ભવનાથ ગેટ, જૂનાગઢ — વેલનાથ બાપુની મૂર્તિ સ્થાપના
જૂનાગઢના ભવનાથ ગેટ પર સંત શ્રી વેલનાથ બાપુની મૂર્તિની સ્થાપના — ગિરનારની તળેટી તરફ જતા દરેક ભક્ત પર બાપુનો આશીર્વાદ-હસ્ત. જય વેલનાથ યુવા સંગઠન અને સમાજના સહયોગથી સાકાર થયેલું કાર્ય.

મધ્યસ્થી, સમૂહલગ્ન, એકતા સભા, રાજકીય ભાગીદારી — સંગઠનની તાજેતરની પ્રવૃત્તિઓની યાદી. દરેક પ્રવૃત્તિ ‘સંગઠન સર્વોપરી’ના સૂત્ર સાથે જોડાયેલી છે.
જૂનાગઢના ભવનાથ ગેટ પર સંત શ્રી વેલનાથ બાપુની મૂર્તિની સ્થાપના — ગિરનારની તળેટી તરફ જતા દરેક ભક્ત પર બાપુનો આશીર્વાદ-હસ્ત. જય વેલનાથ યુવા સંગઠન અને સમાજના સહયોગથી સાકાર થયેલું કાર્ય.

જય વેલનાથ યુવા સંગઠન અને કડિયા સમાજ વિજાપુર સરપંચ સાથે મળી, સમાજના દીકરા મનીષભાઈ ડેડાનિયા અને એમના પત્ની વચ્ચે મધ્યસ્થી કરી. બે સમાજ વચ્ચે કોઈ મતભેદ ન રહે એ બાબતનું વિશેષ ધ્યાન રખાયું.

જય વેલનાથ યુવા સંગઠન દ્વારા પાનેલીના સમૂહલગ્ન સમારોહમાં હાજરી — સમાજના નવદંપતીઓને આશીર્વાદ અને સંગઠનની ઉપસ્થિતિ.

પ્લાસવાથી નવા સભ્યો સંગઠનમાં જોડાયા — જય વેલનાથ યુવા સંગઠનનો વિસ્તાર.

બારોટ ગામના યુવાનો જય વેલનાથ યુવા સંગઠનમાં જોડાયા — ગામેગામ વિસ્તરતી સંગઠનની શાખા, અને દરેક યુવાન માટે ખુલ્લાં દ્વાર.

ટીંબાવાડી ગામમાં જય વેલનાથ યુવા સંગઠન દ્વારા એકતા અભિયાનની મીટિંગ — સમાજને એક માળખામાં લાવવાનો સતત પ્રયાસ.

ભાગ્યોદય પૂનમે સંગઠનના યુવાનો ગિરનારનાં ૨,૦૦૦ પગથિયાં ચડી સંત શ્રી વેલનાથ બાપુના ધામે — આસ્થા, શ્રદ્ધા અને સંગઠનની એકતાની રાત્રિ.

એકતા અભિયાન અંતર્ગત છોડવડી ગામમાં ચિંતન શિબિર — ગામના યુવાનો અને વડીલો સાથે બેસી સમાજને એક માળખામાં લાવવાની વાત.

એકતા અભિયાન અંતર્ગત આણંદપુર ગામમાં રાત્રે યોજાયેલ ચિંતન શિબિર — મોટી સંખ્યામાં સમાજજનો એકઠા થઈ સંગઠનની વાત સાંભળી.

આગામી સમૂહલગ્નના આયોજન માટે સંગઠનની બેઠક — સાદગીભર્યા સમૂહલગ્નને સફળ બનાવવા સૌ સાથે મળી વિચાર-વિમર્શ.
