રાસોત્સવ ૨૦૨૬
જય વેલનાથ યુવા સંગઠન - ચુવાળીયા કોળી સમાજ દ્વારા આયોજિત, સમસ્ત કોળી સમાજ માટે ખાસ એક દિવસીય રાસોત્સવ. જુનાગઢના આંગણે આપણી સંસ્કૃતિ અને એકતાનો ભવ્ય અવસર — સુમિત જાની અને રોશની અગ્રાવતના સૂરે, ઢોલના તાલે સહપરિવાર ઝૂમી ઉઠીએ.

કાર્યક્રમની વિગત
- તારીખ
- શનિવાર, 24 ઑક્ટોબર, 2026
- સ્થળ
- મધુવન પાર્ટી પ્લોટ, દેશી પકવાનની બાજુમાં, ખલીપુર ચોકડી, જુનાગઢનકશામાં જુઓ
- આયોજક
- જય વેલનાથ યુવા સંગઠન - ચુવાળીયા કોળી સમાજ
આપણા સમાજના આ રૂડા ઉત્સવમાં સહપરિવાર પધારો અને ઢોલના તાલે ઝૂમી ઉઠીએ. આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે — પધારવાનું ચૂકતા નહીં!
વધુ માહિતી માટે
સોશિયલ મીડિયા કોમ્પિટિશન ૨૦૨૬
રાસોત્સવનું આમંત્રણ આપતો તમારો બેસ્ટ વીડિયો (૩૦–૪૦ સેકન્ડ) કે ફોટા Instagram પર શેર કરો.
- વીડિયોમાં સંગઠનનો લોગો અને Instagram ID અચૂક મૂકો.
- લાઇક, શેર, કોમેન્ટ — બધું જ ગણતરીમાં આવશે.
- સારા વીડિયોને જ સંગઠન સાથે કોલાબોરેશન આપવામાં આવશે.
- છેલ્લી તારીખ: ઇનામ વિતરણ સુધી.
- ટેગ કરો
- @jay_
velnath_ yuva_ sangathan - હેશટેગ
- #RaasUtsav2026 #Navratri #Garba #jayvelnathyuvasangathan
વીડિયો માટે નમૂનાની સ્ક્રિપ્ટ
આ ફક્ત ડેમો છે — તમારી ક્રિએટિવિટીથી તમને ગમે તેવો વીડિયો બનાવી શકો. મ્યુઝિક: શરૂઆતમાં શંખનાદ, પછી ફાસ્ટ બીટ વાળું દેશી ઢોલ અને ગરબા.
1. શાનદાર શરૂઆત
સ્ક્રીન પર: સંગઠનનો લોગો, પછી ટ્રેડિશનલ કપડાંમાં ગરબા રમતા યુવક-યુવતીઓની ટૂંકી ક્લિપ.
વોઇસ ઓવર: “જય વેલનાથ! જુનાગઢના આંગણે આવી રહ્યો છે આપણી સંસ્કૃતિ અને એકતાનો ભવ્ય અવસર!”
2. આયોજકોની રજૂઆત
સ્ક્રીન પર: જય વેલનાથ યુવા સંગઠન - ચુવાળીયા કોળી સમાજ દ્વારા આયોજિત
વોઇસ ઓવર: “જય વેલનાથ યુવા સંગઠન - ચુવાળીયા કોળી સમાજ દ્વારા આયોજિત, અને સમસ્ત કોળી સમાજ માટે ખાસ… લાવી રહ્યા છીએ એક શાનદાર ‘એક દિવસીય રાસોત્સવ’.”
3. તારીખ અને સ્થળ
સ્ક્રીન પર: ૨૪ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર | સ્થળ: મધુવન પાર્ટી પ્લોટ, જુનાગઢ
વોઇસ ઓવર: “તો ખેલૈયાઓ થઈ જાવ તૈયાર! નોંધી લેજો તારીખ - ૨૪ ઓક્ટોબર ૨૦૨૬ અને વાર શનિવાર. આપણું સરનામું છે: મધુવન પાર્ટી પ્લોટ, ખલીપુર ચોકડી, જુનાગઢ.”
4. ભાવભર્યું આમંત્રણ
સ્ક્રીન પર: સમાજના લોકો સાથે ગરબા રમતા હોય તેવું દ્રશ્ય, અને અંતે આખો પ્રોગ્રામ દર્શાવતું પોસ્ટર.
વોઇસ ઓવર: “તો ચાલો, આપણા સમાજના આ રૂડા ઉત્સવમાં સહપરિવાર પધારો અને ઢોલના તાલે ઝૂમી ઉઠીએ. આપ સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. પધારવાનું ચૂકતા નહીં!”


